Wednesday, Nov 5, 2025

ડીસામાં થયેલી ભીષણ અગ્નિકાંડ બાદ સુરત પોલીસનો કડક ચેકિંગ, જાણો

2 Min Read

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની દુર્ઘટનાઓ વધી રહી છે, જે લોકમાફમાં ચિંતાનો વિષય બની ગયો છે. ડીસામાં થયેલી ભીષણ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી અને ગેરકાયદેસર ફટાકડા વેચાણની ચકાસણી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને બારેમાસ ફટાકડા વેચતા વેપારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં ફાયર સેફટીના કોઈપણ સાધનો ન હોવાના કારણે અને ફટાકડા વેચાણ માટે લાઇસન્સ ન હોવાના કારણે વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તપાસ દરમિયાન માલિક હરેશ બાબરીયાને ઝડપી પાડ્યા હતા. દુકાનમાં એકંદર ₹1.21 લાખના અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો જથ્થો મળ્યો હતો. તાજેતરમાં ડીસામાં બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં લઈને, સુરત પોલીસ ગેરકાયદેસર રીતે ફટાકડા સંગ્રહ કરનાર દુકાનદારો સામે તવીરજ ચેકિંગ હાથ ધર્યું છે.

કતારગામ વિસ્તારના લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ગુપ્તા પણ ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા હતા. તેમની દુકાન ‘શિવ કૃપા ફટાકડા સ્ટોર’માં પોલીસે તપાસ કરતાં લગભગ ₹1.80 લાખના ફટાકડાનો જથ્થો મળી આવ્યો. પોલીસ દ્વારા બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલ સતાધાર સોસાયટીમાં રહેતા હરેશ બાબરીયા ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વરાછા વિસ્તારમાં મોદી મોહલ્લામાં તાપી મેડિકલની ઉપર એક દુકાનમાં તેઓનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે. પરંતુ તેઓ પાસે ફાયર સેફટીના કોઈપણ સાધનો નથી અને ફટાકડા સંગ્રહ કરી રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ પણ નથી.

તેઓએ પોતાના દુકાનમાં અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 1.21 લાખના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે હરેશ બાબરીયા સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં કતારગામ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ગુપ્તા પણ ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Share This Article