મેષઃ-
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણી શીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.
વૃષભઃ-
માનસિક સ્વસ્થતા જળવાય. મોજ શોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.
મિથુનઃ-
નિખાલસ અને ચરિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.
કર્કઃ-
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળત. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.
સિંહઃ-
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ-ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી કફનો ઉપદ્દવ રહે.
કન્યાઃ-
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.
તુલાઃ-
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ મગજ તથા નેત્રરોગોથી સાચવવું.
વૃશ્ચિકઃ-
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાિપ્ત થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.
ધનઃ-
દિવસ દરમ્યાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.
મકરઃ-
શાંતિનો અનુભવ થાય. નાના ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.
કુંભઃ-
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.
મીનઃ-
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.