સુરતમાં બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે. સેવન સી ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરાઇ છે. કથિત તોડકાંડમાં એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં હોટલનું બાંધકામ ચાલતુ હતુ ત્યારે તોડબાજ પત્રકારોએ પૈસા માંગ્યા હતા. ફરિયાદી પાસેથી તોડબાજી કરવા માટે બંને તોડબાદ પત્રકારોએ 50-50 હજાર માંગ્યા હતા. તલ્હા ચાંદીવાલાએ રૂ.12 હજારનો તોડ કર્યો હતો, જ્યારે મુસ્તાક બેગે 22 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ, સુરતમાં પત્રકારો RTI કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. RTI- કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી. કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સે બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે. જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
RTI કરી તોડ કરવાની અને ખંડણી માંગવાની બાબતે કરવામાં આવેલ ફરિયાદના આધારે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. અરવિંદ રાણાએ સવાલ કરતાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે RTI તોડકાંડમાં અત્યાર સુધી 38 ગુના નોંધાયા છે. જેના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો પોતાના ક્ષેત્ર બહાર આરટીઆઈ કરી બ્લૂટૂથમાં વિડીઓ બનાવતા અને પત્રિકાઓ મંત્રી અધિકારીઓની ઓફીસમાં મોકલતા હતા. ગુજરાત પોલીસે પ્રતિનિધિઓ સાથે મળી આરટીઆઈના નામે તોડ કરતા લોકો સામે ડર પેદા કરવામાં સફળતા મળી છે.
સ્વતંત્રના દૂરઉપયોગ કરનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ધારાસભ્ય માત્ર પોલિટીકલ સ્ટંટ કરાવવા પેપર મંત્ર હેડલાઈનમાં છપાવવા, પરંતુ સંકલન બેઠકમાં વિગતો મુકે તો પરિણામ મળી શકે. સુરત શહેર માં આરટીઆઈના નામથી ધંધો કરતા લોકો સુરત શહેર નહીં ગુજરાત છોડીને ભાગી ગયા. ચીટર ગેંગને પકડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી છે. લેભાગુ તત્ત્વો દ્વારા સારા કામો માટે બનેલા નિયમો લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.