નોકરી શોધી રહેલા સુરતમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ પર કુલ 128 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 128 |
| વય મર્યાદા | વિવિધ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20-3-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.suratmunicipal.gov.in |
સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ ઈન્સ્પેક્ટર | 1 |
| સુપરવાઈઝર (સિવિલ) | 8 |
| મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ) | 1 |
| નર્સ (બી.પી.એન.એ.) | 14 |
| લેબોરેટરી ટેક્નીશ્યન | 4 |
| ટેક્નીકલ આસીસ્ટન્ટ | 17 |
| નર્સ (એ.એન.એમ.) | 4 |
| લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર | 1 |
| ઈલેક્ટ્રીકલ વાયરમેન | 8 |
| હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ | 1 |
| ફીટર | 4 |
| ઝુકીપર | 1 |
| માર્શલ લીડર (પુરુષ) | 2 |
| માર્શલ | 62 |
| કુલ | 128 |
પગાર ધોરણ
| સુપરવાઈઝર (સિવિલ) | ₹18,500 | ₹39,900-₹1,26,600 |
| મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ) | ₹18,500 | ₹39,900-₹1,26,600 |
| નર્સ (બી.પી.એન.એ.) | ₹17,500 | ₹35,400-₹1,12,400 |
| લેબોરેટરી ટેક્નીશ્યન | ₹17,500 | ₹29,200-₹92,300 |
| ટેક્નીકલ આસીસ્ટન્ટ | ₹16,500 | ₹25,500-₹81,100 |
| નર્સ (એ.એન.એમ.) | ₹16,500 | ₹25,500-₹81,100 |
| લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર | ₹16,500 | ₹25,500-₹81,100 |
| ઈલેક્ટ્રીકલ વાયરમેન | ₹16,500 | ₹19,900-₹63,200 |
| હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ | ₹16,500 | ₹19,900-₹63,200 |
| ફીટર | ₹16,500 | ₹19,900-₹63,200 |
| ઝુકીપર | ₹16,500 | ₹19,900-₹63,200 |
| માર્શલ લીડર (પુરુષ) | ₹16,500 | ₹19,900-₹63,200 |
| માર્શલ | ₹15,500 | ₹15,700-₹50,000 |
સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે વિવિધ શૈક્ષણિક લયાકાત માંગી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.