Wednesday, Nov 5, 2025

હોલિકા દહનમાં 11 હજાર ગાયોના છાણથી બનેલી ગૌ-કાષ્ટનો ઉપયોગ

2 Min Read

સુરતમાં પર્યાવરણને બચાવવા હોલિકા દહનમાં ગૌ-કાષ્ટનો ઉપયોગ વધી રહ્યો છે. લાકડાના બદલે ગાયના છાણમાંથી બનેલી સ્ટિક વડે વૈદિક હોળી ઉજવવામાં આવી રહી છે. ગૌ-કાષ્ટથી લાકડાની માગ ઘટાડવી, ગાયોની સેવા કરવી અને વાયરસ નિયંત્રણ સહીત અનેક પર્યાવરણલક્ષી લાભ છે. જેથી સુરતમાં આ વર્ષે 200 ટનથી વધુ ગૌ-કાષ્ટના ઉપયોગની છે.

છેલ્લા પાંચ વર્ષમાં વૈદિક હોળીનો કોન્સેપ્ટ વધુ લોકપ્રિય બન્યો છે. પર્યાવરણની જાળવણી પ્રત્યે વધતી જતી જાગૃતિને કારણે, લોકો હવે હોલિકા દહનમાં લાકડાને બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે. રાજ્યભરનાં મોટા શહેરોમાં, લોકો વૈદિક હોળી પ્રગટાવવાનું શરૂ કર્યું છે, જેમાં ગાયના છાણાનો સંગ્રહ કરી આધુનિક મશીનરી દ્વારા ગોબર અને અન્ય વેસ્ટ ઘાસચારામાંથી ગૌ-કાષ્ટ બનાવવામાં આવે છે.

પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ કહ્યું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે. આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પાંજરાપોળની ચારે સંસ્થાઓમાં મળીને 11,000થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 70-80 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે. જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા છે.

માર્ચ મહિનાના શરૂઆતથી જ હોલિકા દહન માટે ગૌ-કાષ્ટના ઓર્ડર આવવા શરૂ થાય છે. આ ઓર્ડર્સ 200 કિલોગ્રામથી લઈને 1,200 કિલોગ્રામ સુધીના હોય છે, જે દર્શાવે છે કે ગૌ-કાષ્ટની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. વસંત અને શિશિર ઋતુના સંધિકાળ દરમિયાન, વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે અને અનેક વાયરસ ઉત્પન્ન થાય છે. આવા સમયે ગાયના છાણમાંથી બનાવેલા ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવાથી આ વાયરસનો નાશ કરી શકાય છે. ઉપરાંત, ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવાથી ગાયોના સ્વાવલંબનમાં પણ મદદ મળે છે, જે પશુઓના કલ્યાણને પ્રોત્સાહન આપે છે.

Share This Article