Saturday, Mar 14, 2026

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

2 Min Read

આજે મંગળવારના દિવસે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો મંગળવારે લાલ નિશાન પર ખુલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 400 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ અમેરિકાના બજારો તેમજ એશિયન બજારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભારતીય બજાર પણ આમાંથી બાકાત રહ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા,મેક્સિકો, અને ચીન પર ટેરિફ લાદવાની ઉપરાંત બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની જાહેરાત કરતાં જ વિશ્વમાં ટેરિફ વોરની ચિંતા વધી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. નિફ્ટી જે છેલ્લા કેટલાક દિવસથી 22000નું લેવલ જાળવી રાખવા મથામણ કરી રહ્યો હતો. તે આજે 22000નું લેવલ તોડી 21964.60 થયો હતો. જો કે, 11.05 વાગ્યે 34.45 પોઈન્ટના કડાકે ફરી પાછો 22084.85 થયો હતો.

બીએસઈ ખાતે છેલ્લા કેટલાક દિવસથી કડડભૂસ થયેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. એનસીએલટીએ કોફી ડે પર ચાલી રહેલી બેન્કરપ્સીની કાર્યવાહી રદ કરતાં જ કોફી ડેના શેર છેલ્લા બે દિવસથી રોજ 20 ટકાની અપર સર્કિટ નોંધાવી છે. આ સિવાય એમપીએસએલ, એનએસીએલ જ્યોતિ સીએનસી, વિજયા, એપિગ્રલ જેવા શેર્સમાં 10 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ આજે 700 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. પીએસયુ, રિયાલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ગેઈલ, એનટીપીસી, ગુજરાત ગેસ, આઈઆરસીટીસી, એનએમડીસી સિવાય તમામ પીએસયુ શેરોમાં 6 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

Share This Article