Wednesday, Nov 5, 2025

સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ

1 Min Read

સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે, આજે ફરી એ જ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. ગતરોજ બેઝમેન્ટ સહિતના એરિયામાં આગ લાગી હતી.

આજે સવારે 8 વાગ્યે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. બીજો અને ત્રીજો માળે આગની ઝપેટમાં આવી ગયો હતો. જેથી ફાયરબ્રિગેડની 26થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગમાં ઉપરના માળેથી આગ પર કાબુ મેળવવા ગયેલો ફાયર જવાન ફસાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

Share This Article