Wednesday, Nov 5, 2025

સુરતમાં રત્નકલાકારને મોતને ઘાટ ઉતારનારા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી

2 Min Read

સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે. વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગતરાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો. જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી.

મહિલા બુટલેગરનો પુત્ર પ્રેમિકા સાથે બેઠો હતો મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

કાપોદ્રામાં નામચીન દિલીપની ટોળકીનો રામુ ગોધરા છ માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો. ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટયો હતો. શિલાના અડ્ડા ઉપર બેસી રહેતા રામુએ વેલંજામાં થયેલી માથાકૂટમાં ઝંપલાવી લાલુ સાથે આ હુમલો કર્યો હતો. જેમાં નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો તમામ 10 આરોપીની ધરપકડ કરીને ઉત્રાણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.

પારસની હત્યામાં પકડાયેલી ટોળકી

  1. રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી (રહે. નંદનવન સોસાયટી, કામરેજ)
  2. રોનક નરેશભાઇ બેલડીયા (રહે. નારાયણનગર, પુણાગામ)
  3. જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી (રહે. સાંઇનાથ સોસાયટી, કાપોદ્રા)
  4. ચેતન મનસુખભાઈ બગડા (રહે. ચંચળનગર, કાપોદ્રા)
  5. વિજય રમેશભાઇ વકુસર (રહે. ચંચળનગર, કાપોદ્રા)
  6. સુજલ ઉર્ફે લાખો વિજયભાઇ ચૌહાણ (રહે. સત્યનારાયણનગર, કાપોદ્રા)
  7. અલ્પેશ ઉર્ફે લાલુ વિનુભાઇ બાભણીયા રહે. બોમ્બે કોલોની રચના સર્કલ પાસે,કાપોદ્રા
  8. લાલો ઉર્ફે મિથુન ધનાભાઇ મકવાણા (રહે. રવિપાર્ક સોસાયટી કાપોદ્રા)
  9. ચેતન ઉર્ફે કાળુ મનસુખભા બગડા (રહે. ચંચળનગર, કાપોદ્રા)
  10. રાકેશ દગડુભાઈ સૈદાણી (રહે. ભરવાડ ફળિયુ કાપોદ્રા)
Share This Article