Wednesday, Mar 25, 2026

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી નાસભાગ મુદ્દે RPFનો રિપોર્ટ

3 Min Read

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગને લઈને RPF એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રેલવેની જાહેરાત બાદ મુસાફરોની ભીડ પ્લેટફોર્મ નંબર 12-13 થી 16 તરફ ભાગવા લાગી, જેનાથી પ્લેટફોર્મ નંબર 12,13,14,15,16 પર જતાં તમામ રસ્તા સંપૂર્ણરીતે જામ થઈ ગયા હતાં. સ્ટેશન પર સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખતાં RPF ઈન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેનને ઝડપથી ચલાવવાની સલાહ આપી હતી.

રિપોર્ટ અનુસાર ડ્યૂટી પર તહેનાત આરપીએફ સ્ટાફ જ્યારે 8.45 વાગે ભીડથી ભરેલા FOB 2 અને 3 ને ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12થી જશે. તેના થોડા સમય બાદ ફરીથી સ્ટેશન પર જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16થી જશે. તે બાદ મુસાફરોએ નાસભાગની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. આરપીએફ અનુસાર રાત્રે 8.48 વાગે ડ્યૂટી સ્ટેશન ઈન્ચાર્જને નાસભાગની માહિતી આપી.

જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે 14 નંબરના પ્લેટફોર્મ પર મગધ એક્સપ્રેસ, પ્લેટ ફોર્મ 15 પર ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ઉભેલી હતી. તેના મુસાફરો પણ હતા. પ્લેટફોર્મ 14 પર પ્રયાગરાજ એક્સપ્રેસમાં બેસવા માટે યાત્રીઓનાં ટોળા હતા. યાત્રી પ્લેટફોર્મ 12-13 અને 14-15 પર સીડીઓ ચડવા લાગ્યા હતા. જેના કારણે ફુટઓવર બ્રિજ 2 અને 3 માં ભારે ભીડ થઇ ગઇ હતી. આ સીડીઓમાં મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના યાત્રીઓ પણ ઉતરી રહ્યા હતા. તેમાં ધક્કા મુક્કી શરૂ થઇ ગઇ અને તેના કારણે કેટલાક યાત્રીઓ લપસીને સીડીઓ પર પડવા લાગ્યા હતા.

દુર્ઘટના અંગેના રિપોર્ટ રેલવે સુરક્ષા દળના ઇન્સપેક્ટર રેંકના અધિકારીએ તૈયાર કરી છે. તે રિપોર્ટ 16 ફેબ્રુઆરી દિલ્હી જોનના વરિષ્ઠ અધિકારીઓને સોંપી દેવાયા છે. સુત્રો અનુસાર રિપોર્ટમાં સામે આવ્યું કે, દુર્ઘટનાની રાત્રે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે, મહાકુભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 થી રવાના થશે, જો કે થોડા સમય બાદ એક બીજી જાહેરાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે, મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 થી રવાના થશે. આ જાહેરાતની સાથે જ 12 નંબરના પ્લેટફોર્મ પર રહેલા હજારો લોકો 16 નંબરનાં પ્લેટફોર્મ પર ભાગવા લાગ્યા હતા.

તપાસ રિપોર્ટમાં ખુલાસા…

  1. પ્લેટફોર્મ નંબર 12 પર 12560 શિવગંગા એક્સપ્રેસ રવાના થઇ
  2. શિવગંગા એક્સપ્રેસ રવાના થતા સ્ટેશન પર અચાનક યાત્રીઓની ભીડ ઉમટી પડી
  3. ફુટઓવર બ્રિજ 2 અને 3 માં લોકોએટલા હતા તે તે જામ થઇ ગયો હતો.
  4. પ્લેટફોર્મ 12 થી લઇને 16 પર ભારે સંખ્યામાં યાત્રીઓ હાજર હતા.
  5. પ્લેટફોર્મ 12 થી 16 પણ મોટી સંખ્યામાં યાત્રીઓ હતા.
  6. ફુટઓવર બ્રિજ 2 પર ભીડ વધ્યા બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશનના સહાયક સુરક્ષા આયુક્તે તુરંત જ એક્શન લીધું અને સ્ટેશન નિર્દેશકને વધારે ટિકિટો નહીં આપવા માટે જણાવ્યું હતું.
  7. કર્મચારીઓને તુરંત જ ત્રણેય પ્લેટફોર્મ અને ફુટઓવર બ્રિજ પર પહોંચવા માટે જણાવ્યું હતું
Share This Article