Thursday, Oct 23, 2025

યુપીમાં મોટું એન્કાઉન્ટર, એક લાખના ઈનામી અરશદ સહિત 4 બદમાશ ઠાર

2 Min Read

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાતે એન્કાઉંટર થયું છે. યૂપી STFની મેરઠ ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં સોમવારે રાતે લગભગ 2.30 કલાકની આસપાસ મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંદી કરી. આ દરમ્યાન આમને સામને ફાયરિંગમાં એક લાખની ઈનામી સહિત ચાર બદમાશો એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયા. જ્યારે STFના ઈંસ્પેક્ટર સુનીલ કુમારને કેટલીય ગોળીઓ વાગી. સુનીલ કુમાર હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત થયા છે.

STF મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. ASP બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ‘ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે STF ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.’

મરનારા બદમાશોની ઓળખાણ એક લાખના ઈનામી અરશદ અને તેના 3 સાથી મંજીત, સતીશ અને અન્ય અજાણ્યા શખ્સ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂટ, ધાડ તથા હત્યાના એક ડઝનથી પણ વધારે કેસ નોંધાયેલા છે. ઈંસ્પેક્ટર સુનીલને કરનાલના અમૃત ધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રેફર કરી દીધા છે.

આ પણ વાંચો :-

Share This Article