ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનાં રિવરફ્રન્ટ પર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. આજથી એટલે કે 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.
અમદાવાદનાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નો પ્રારંભ થયો છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં -2025માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વીયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો :-