દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી આવાસ મુદ્દે રાજકીય વિવાદ વધી ગયો છે. જેમાં આજે આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, મંત્રી સૌરભ ભારદ્વાજ અને પાર્ટીના અન્ય નેતાઓ સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે મીડિયા પણ હાજર હતું. આ દરમિયાન પોલીસે દિલ્હી હાઉસની બહાર ભીડને અટકાવી અને બેરિકેડ લગાવી દીધા હતા. તેમજ પોલીસે કોઈને બેરિકેડિંગ ઓળંગવા દીધા ન હતા જેના કારણે વિવાદ થયો.આપ નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
તેમણે કહ્યું કે અમને મુખ્યમંત્રી આવાસ જતા કેમ રોકવામાં આવી રહ્યા છે. ભારદ્વાજે કહ્યું કે પોલીસે અમને કહ્યું કે ઉપરથી આદેશ છે. દરમિયાન PWPએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો કબજો લઈ લીધો. ધરણા સમાપ્ત થયા બાદ, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સેન્ટ્રલ વિસ્ટામાં બનેલા PMના નિવાસસ્થાન તરફ રવાના થયા. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે અમે જનતાને CM આવાસ બતાવવા આવ્યા છીએ, બતાવવા દો, અમને કેમ રોકવામાં આવી રહ્યા છે. અમે બતાવવા માંગીએ છીએ કે ભાજપ ખોટા આરોપો લગાવે છે. તેમણે એમ પણ કહ્યું કે જનતાને PMનું નિવાસસ્થાન પણ બતાવવું જોઈએ જેની કિંમત આના કરતા ઘણી વધારે છે.
પોલીસે લોકોને દિલ્હી હાઉસની બહાર રોકવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિવાદ વધુ વકર્યો. આપ નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમને ઉપરથી આદેશ આપીને રોકવામાં આવી રહ્યા છે. આ પછી આપ નેતાઓ રસ્તા પર બેસી ગયા અને વિરોધ કરવા લાગ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ ભાજપના નેતાઓને સીએમ હાઉસ બતાવવા માંગે છે અને તેઓ પીએમ હાઉસની પણ મુલાકાત લેશે જેથી ત્યાંની સુવિધાઓ પણ જોઈ શકાય.
આ પણ વાંચો :-