Saturday, May 16, 2026

યાત્રીગણ ધ્યાન દે! સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 રહેશે 60 દિવસ માટે બંધ

2 Min Read

સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રિડેવલોપમેન્ટ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3ને 60 દિવસ માટે બંધ રાખવામાં આવશે. બન્ને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરાઈ. સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. વડોદરા તરફ જતી 79 ટ્રેન પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાઈ. ટ્રેનનો સમય અને પ્લેટફોર્મ અંગે તમામ માહિતી માટે ક્યુઆર કોડ જાહેર કરાયો. હવે લોકો ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી ક્યુઆર કોડની મદદથી મેળવી શકશે.

ભારતીય રેલ્વે આ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે રેલ્વે સતત તેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. રેલ્વે સ્ટેશનોને વધુ સુધારવા અને વિકસાવવા માટે સતત કામ કરે છે. આ માટે રેલવેએ કેટલીકવાર કેટલાક રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ બંધ કરવા પડે છે. જેથી ત્યાં વિકાસના કામો થઈ શકે. જેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને શિફ્ટ કરવી પડે છે. રેલ્વે પાસેથી મળેલી તાજેતરની માહિતી મુજબ, ગુજરાતમાં સુરત રેલ્વે સ્ટેશનના બે પ્લેટફોર્મ 60 દિવસથી બંધ છે.

આ ટ્રેનો ડાઇવર્ટ થશે

  • અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ અમદાવાદ -ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ
  • અમદાવાદ-પુને દુરન્તો એક્સપ્રેસ અમદાવાદ-દાદર ગુજરાત મેલ
  • અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અમદાવાદ-બરૌની એક્સપ્રેસ
  • અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ- અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ
  • અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેક્કર અમદાવાદ-તિરુચિલ્લાપલ્લી સ્પેશિયલ
  • અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અમદાવાદ-પુરી સુપરફાસ્ટ
  • અમદાવાદ-પુરી એક્સપ્રેસ- અમદાવાદ-યશવંતપુર સુપરફાસ્ટ
  • એક્સપ્રેસ અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સહિતની ૧૦૮ ટ્રેનોને ઉધના સ્ટેશને ડાયવર્ટ કરાઇ છે.

પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ બંધ થવાના કારણે, આ પ્લેટફોર્મ પર આવતી કેટલીક ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. પ્લેટફોર્મ નંબર ૨ પર આવતી અપ લાઇન ની ૧૨૨ મેલ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ નંબર ૩ પર આવતી ડાઉન લાઇન ની ૭૯ ટ્રેનો સુરત શહેરના અન્ય રેલવે સ્ટેશનો, ખાસ કરીને ઉધના સ્ટેશન પર થોભશે. ૮ જાન્યુઆરી પછી સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ અને ૪ પરથી ટ્રેનો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :-

Share This Article