Thursday, Oct 23, 2025

દિલ્હીમાં ચૂંટણી પહેલા પૂજારીઓ માટે કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો આપશે 18000 રૂપિયા

1 Min Read

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી યોજનાની જાહેરાત કરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂજારી અને ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પૂજારી અને ગ્રંથી સન્માન યોજના હેઠળ દર મહિને પૂજારીઓને 18,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ સમાજની સેવા કરતા આવ્યા છે. આજ સુધી તેની તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે પૂજારીઓ અને ગ્રંથીઓને 18,000 રૂપિયા માસિક પગાર આપીશું. તેમણે કહ્યું કે, હું કાલે કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે, પૂજારીઓ અનેગ્રંથીઓની નોંધણીમાં અવરોધો ન ઉભો કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ કરશો નહીં. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેઓને પાપ લાગશે.

Share This Article