Saturday, Sep 13, 2025

સુરતના આ મિનરલ વોટર કંપનીઓના પાણી પણ પીવા જેવા નહીં !

2 Min Read

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ ચકાસણી અર્થે લીધા હતા. જે પૈકી 9 નમૂના ફેઈલ થયા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું.

આ કંપનીઓનાં નમૂના ફેલ

  • કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
  • એચ. એન. ટ્રેડર્સ
  • વરૂણ એન્ટરપ્રાઇઝિસ
  • ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
  • રાઠોડ બ્રધર્સ
  • બ્રીથ બેવરેજેસ
  • પી.એમ. માર્કેટિંગ
  • નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
  • ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ

તમામ ડ્રિન્કિંગ વોટર પ્લાન્ટના ધારકો સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આ તમામ મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ સામે ફૂડ એજ્યુકેટીંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરના વિવિધ ઝોનમાંથી 14 સ્થળેથી પાલિકાની ટીમે મિનરલ વોટરના સેમ્પલ લીધા હતા. જેમાં તમામ સેમ્પલની તપાસ બાદ સામે આવ્યું છે કે 14માંથી 9 નમુના ફેલ થયા છે. હવે ફેલ ગયેલા નમૂના સામે યોગ્ય તપાસ કરવામાં આવશે. જેમાં શહેરમાં વધુ તપાસ કરતા કેટલાય મિનરલ વોટરના પ્લાન્ટ સામે ગુણવત્તાનો સવાલ ઉભો થશે. ત્યારે આ 9 પ્લાન્ટ દ્વાર અપાતા પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો થયો છે તેમાં PH મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું તથા ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી જોવા મળી છે.

આ પણ વાંચો :-

Share This Article