HomeNationalહોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પ્રતિક્રિયા, જાણો ચાહકો ને શું કહ્યું

હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પ્રતિક્રિયા, જાણો ચાહકો ને શું કહ્યું

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની શનિવારના રોજ તબિયત ખુબ જ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને મહારાષ્ટ્રના થાણેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે, જરુરી તમામ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, કાંબલીને તેમના જ એક પ્રશંસકે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમને થાણેની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે તેમના આજ ચાહકની છે. આ હૉસ્પિટલમાં કાંબલીની સારવાર કરી રહેલા ડૉ. વિવેક ત્રિવેદીએ જણાવ્યું કે, શરૂઆતમાં પૂર્વ ક્રિકેટરે યુરિનરી ઈન્ફેક્શન અને તાણની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને આ હૉસ્પિટલમાં દાખલ ક૨વામાં આવ્યા હતા.

ડૉક્ટરે કહ્યું કે, તેમના પર ઘણા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા અને રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ડૉક્ટર ત્રિવેદીએ જણાવ્યું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 52 વર્ષીય કાંબલીના મગજમાં લોહીના થર જામી ગયા છે. જો કે ડૉક્ટરે અત્યારે તેમની ગંભીરતા વિશે વધુ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં એક વિશેષ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમજ 24મી ડિસેમ્બરે મંગળવારે ફરીથી તેમના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, ડૉક્ટરે એમ પણ જણાવ્યું કે હૉસ્પિટલના ઈન્ચાર્જે કાંબલીની સંપૂર્ણ સારવાર મફતમાં કરવાનો નિર્ણય લીધો છે.

વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories