HomeNationalવીજળીમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો, જાણો ઊર્જા મંત્રીએ શું કહ્યું ?

વીજળીમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો, જાણો ઊર્જા મંત્રીએ શું કહ્યું ?

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

ગુજરાત સરકારે વીજ ગ્રાહકોના હિતમાં નિર્ણય કર્યો છે. જેમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે સુશાસન દિવસ નિમિત્તે સરકારે વીજ વપરાશમાં ઓકટોબરથી ડિસેમ્બર 2024 માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડો કર્યો છે. તેમજ તે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમજ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 175 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂપિયા 1120 કરોડનો લાભ થશે.

જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફયુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફયુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર-2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટ ના દરે ફયુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.

વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફયુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે મુજબ તા. 01.10.2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories