લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી લોકર તોડીને ચોરી કરનારા બદમાશોનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. આ ઘટનાને સાત ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી એક લખનૌમાં અને બીજી ગાઝીપુરમાં સામે આવી હતી. બિહારના રહેવાસી ગુનેગાર સન્નીદયાલનું એન્કાઉન્ટર મંગળવારે સવારે ગાઝીપુરમાં થયું હતું. આ પહેલા સોવિંદ કુમારનું લખનૌમાં મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. તેમની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનું પણ મંગળવારે સવારે મોત થયું હતું.
લખનઉ અને ગાઝીપુરમાં એન્કાઉન્ટર થયુ છે. બંને એન્કાઉન્ટરમાં એક-એક શખ્સનું મોત થયુ છે. ઘટના સ્થળેથી દેશી કટ્ટા, કારતૂસ અને ચોરાયેલા ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. બેંકમાં 42 જેટલા લોકર તોડી આરોપીએ ચોરી કરી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન છે. 2 દિવસ અગાઉ 7 શખ્સોએ બેંકમાં ચોરી કરી હતી.
આ પણ વાંચો :-