નવા ફોજદારી કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)માં ટેક્નોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ (એફઆઈઆર)થી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાકીય પ્રક્રિયા અને તપાસમાં પારદર્શિતાના મામલે મહત્ત્વપૂર્ણ અને મોટો બદલાવ છે. આ ક્રમમાં ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અધઇકારીઓને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.
ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઈ-સાક્ષ્ય એપમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.
આ પણ વાંચો :-