રાજસ્થાનના જયપુરમાં મહેશ નગર વિસ્તારમાં આવેલી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ રવિવારે સાંજે અચાનક બેહોશ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બે ડઝન જેટલી વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ છે. ગટરમાંથી ઝેરી ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. આ ઘટના બનતાં જ ત્યાં હાજર બાળકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.
ગટરમાંથી ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક વિદ્યાર્થિનીઓને ગૂંગળામણનો અનુભવ થયો અને ઘણી બેભાન થવા લાગી હતી. બે વિદ્યાર્થિનીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બાકીની વિદ્યાર્થિનીઓ ખતરાની બહાર છે. જો કે હજુ પણ તમામની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ માહિતી નથી કે કેટલી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયપુર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને જે પણ કારણ બહાર આવશે તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફને કારણે અહીં સાત વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓનેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને સતત ઉધરસ આવી રહી હતી પરંતુ તેમને બીજી કોઈ સમસ્યા નહોતી. હાલ પોલીસ ગેસ લીક થવાના કારણને લગતી માહિતી મેળવવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો :-