વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે લગભગ ચાર કલાક સુધી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મહાકુંભ મેળા માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને લગભગ રૂ. 5500 કરોડના ખર્ચે અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. નિરીક્ષણ બાદ જનતાને સંબોધતા તેમણે મુખ્યમંત્રી યોગીના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રયાગરાજમાં એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.’ તેમણે કાર્યકરોનો આભાર માનીને ભાષણની શરૂઆત કરી હતી.
મોદીએ કહ્યું- કુંભ અને ધાર્મિક યાત્રાધામોનું આટલું મહત્ત્વ હોવા છતાં, અગાઉની સરકારોએ તેના મહત્ત્વ પર ધ્યાન આપ્યું ન હતું. આવી ઘટનાઓ દરમિયાન ભક્તોને તકલીફ થતી રહી, પરંતુ તે સમયની સરકારોએ તેની ચિંતા ન કરી. તેનું કારણ એ હતું કે તેમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કોઈ લગાવ નહોતો. આજે કેન્દ્ર અને રાજ્યમાં એવી સરકાર છે જેને ભારત પ્રત્યે આસ્થા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર છે.
કેન્દ્ર અને રાજ્યએ મળીને હજારો કરોડની યોજના શરૂ કરી છે. પ્રયાગરાજની કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી મહાકુંભમાં આવવામાં કોઈ મુશ્કેલી ન પડે. ભાજપ સરકારે વિકાસની સાથે વારસાને સમૃદ્ધ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મહાકુંભ એ આપણા દેશની હજારો વર્ષો પહેલાથી ચાલી આવતી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક યાત્રાનું સદ્ગુણી અને જીવંત પ્રતીક છે. એક એવી ઘટના છે, જ્યાં દર વખતે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કલાનો દિવ્ય સંગમ થાય છે.
મોદીએ કહ્યું- કોઈ બહારની વ્યવસ્થાની જગ્યાએ કુંભ મનુષ્યની અંતરચેતનાનું નામ છે. આ ચેતના આપોઆપ જાગે છે. આ ચેતના ભારતના દરેક ખૂણેથી લોકોને સંગમના કિનારે ખેંચે છે. ગામડાઓ, શહેરો અને નગરોમાંથી લોકો પ્રયાગરાજ તરફ આવવા લાગ્યા છે. સામૂહિકતાની આવી શક્તિ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. અહીં આવીને ઋષિમુનિઓ, વિદ્વાનો, સામાન્ય લોકો બધા એક થઈ જાય છે. સૌ સાથે મળીને ત્રિવેણીમાં ડૂબકી લગાવે છે. અહીં જ્ઞાતિના ભેદ અદૃશ્ય થઈ જાય છે. એક ધ્યેય અને એક વિચાર સાથે કરોડો લોકો જોડાય છે.
આ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા જેવી અગણિત પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓના પ્રવાહની પવિત્રતા આ તીર્થનું મહત્ત્વ, મહાત્મ્ય છે, તેનું સંગમ છે, તેનો યોગ, તેનો સંયોગ, તેનો પ્રભાવ, તેનો પ્રતાપ, આ પ્રયાગ છે. જે વ્યક્તિ પ્રયાગરાજમાં સ્નાન કરે છે, તે દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. રાજા-મહારાજાઓનો સમયગાળો હોય કે સૈંકડો વર્ષોની ગુલાબીનો કાલખંડ, આસ્થાનો આ પ્રવાહ ક્યારેય અટકશે નહીં.
આ પણ વાંચો :-