સુરત સચિનના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો, જે પછી રાત્રે પાંચ જેટલી બાળકીઓ તાપણા પાસે બેઠી હતી. મોંમાં ધુમાડો જતા બાળકીઓને ઉલટી થવા લાગી હતી. જે પછી પહેલાં ખાનગી અને પછી સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીઓને ખસેડાઈ હતી. સારવાર દરમિયાન 8, 12 અને 14 વર્ષની બાળકીઓના મોત થયા છે. પીએમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક છૂટક મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવતા અલગ-અલગ ત્રણ પરિવારના બાળકો ઘર નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી ઠંડીને લઈ તાપણું કરતા હતા અને અચાનક આ ચાર બાળકો ઢળી પડ્યા હતા. જોકે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તેઓએ આ બાળકના પરિવારને જાણકારી આપી હતી અને પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ બાળકને નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં એક પછી એક ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે.
આ બાળકોને હાલ પીએમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યાં પીએમ બાદ મોતનું સાચું કારણ ખબર પડશે. જોકે, આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી બાળકોના મોત આઈસ્ક્રીમ ખાવાને લઈને થયા છે કે તાપણું સળગાવ્યા બાદ કચરામાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં જતા મોત થયા છે, તેની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-