Friday, Oct 24, 2025

સુરેન્દ્રનગરમાં ચોટીલા નજીક અકસ્માતમાં એક જ પરિવારમાં ચાર સભ્યોનાં મોત

2 Min Read

સુરેન્દ્રનગરમાં ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આપા ગીગાના ઓટલા નજીક બોલેરો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માતમાં શિયાણી ગામના એક જ પરિવારના ચારના મોત થયા. જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આપા ગીગાના ઓટલા નજીક બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લીંબડીના શિયાણી ગામના રેથરીયા કોળી પરિવારના ૪ સગા દેરાણી જેઠાણીના મોત થયા હતા. આ અકસ્માતમાં 15થી વધુને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ જઇ રહ્યા હતા. મૃતકોની ઓળખ મગજીબેન ગોબરભાઈ રેથરીયા ઉ.72 (૨ ) ગલાલબેન કાળુભાઈ રેથરીયા (ઉંમર-60) મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા ઉ.65 (૪) ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા ઉ.68 નો સમાવેશ થાય છે.

અરવલ્લી જિલ્લાના ખોડંબા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંન્ને ટ્રક રોડ નજીક રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. એક ટ્રકમાં એસિડ ભરેલુ હોવાની માહિતી મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. બીજી તરફ મહીસાગરના બાબલીયા નજીક અકસ્માત સર્જાયો હતો. વીજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. બાકોર પોલીસે ઘટનાસ્થળ પર તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

Share This Article