Saturday, Sep 13, 2025

સુરતમાં ગુનાખોરી અટકાવવા 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન

2 Min Read

સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન કરાયું હતું. આ દરમિયાન પોલીસ પોતાની સાથે બુટલેગરો સહિતના હિસ્ટ્રીશીટરોની યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. આ યાદીમાં હતા તેવા 50થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું હતું.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ અને એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા ભેસ્તાન વિસ્તારને ઘેરી લીધો હતો. અમે કેટલાકની અટકાયત પણ કરી છે, જેમની પૂછપરછ શરૂ કરાઈ છે. જે લોકો નથી મળ્યા, તેમને ત્યાં અમે આગામી દિવસોમાં ફરી ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા, તે અંગેની પૂછપરછ પણ કરીશું.

હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખ્સ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી. કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાંની કામગીરી કરાઈ. ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટ વાળા, વાહનના દસ્તાવેજ વગરના કુલ 50 વાહન ચેક કરાયા. કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 શખ્સો ચેક કરવામાં આવ્યાં. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR,H.S., ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 શખ્સોની પૂછપરછ કરવામાં આવી. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા એક શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :-

Share This Article