Friday, Oct 31, 2025

UPSC પરીક્ષામાં 1 માર્ક્સથી રહી જતા યુવકે કરી આત્મહત્યા

1 Min Read

સુરતમાં UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો છે. સચિન વિસ્તારમાં રહેતા યુવકે સાતમા માળેથી મોતની છલાંગ લગાવી. લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરમાંથી કૂદીને યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશના હરદ્વારી ગામનો રહેવાસી છે. છેલ્લા 1 મહિનાથી સચિન ખાતે કૈલાસ નગરમાં આવીને રહેતો હતો. UPSCમાં 1 માર્ક્સથી રહી જતા છેલ્લા ઘણા સમયથી યુવક તણાવમાં હતો.

ઉત્તર પ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં સચિન વિસ્તારમાં રહેતો હતો. શુભમ UPSCની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હતો. યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થતા તે તણાવમાં હતો. ગુરૂવારે (21મી નવેમ્બર) ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો અને નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો.

યુવકના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો આભ તુટી પડયો હતો. પરિવારજનોનું કહેવું છે, ‘મૃતક શુભમને IAS બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણાં સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી.’ હાલ યુવકના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article