મધ્યપ્રદેશ-રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે.
આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં નિહાળશે તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી શક્યતા છે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડો.મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.
સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે: PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રી-ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર હતું. ‘સત્ય સામે આવે જ છે…’-પીએમ મોદી. તેમણે કહ્યું, “સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે .”
CM ભજનલાલ શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક ઘટનાને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે ભૂતકાળનો ઊંડો અને વિવેચનાત્મક અભ્યાસ જ આપણને વર્તમાનને સમજવામાં અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો :-