ઉતર પ્રદેશના બિજનોરમાં કારે રીક્ષાને ટક્કર મારતા વર વધુ સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ બિજનોર જિલ્લાના થાના ધામપુરના હરિદ્વાર કાશીપુર નેશનલ હાઇવે પર ફાયર સ્ટેશન પાસે શુક્રવારે મોડી રાત્રે 2 વાગે આસપાસ કારે એક રીક્ષાને ટક્કર મારી હતી. જેમા રીક્ષામાં સવાર વર વધુ સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે, જેમા 4 પુરુષ, 2 મહિલા અને 1 યુવતી છે. મૃતકો ધામપુર ગામના તીબડીના રહેવાસી હતા. એક્સિડેન્ટમાં જીવ ગુમાવનાર મૃતકો બિહારથી નિકાહ કરીને મુરાદાબાદ આવ્યા હતા. ત્યાંથી ઘરે જવા માટે રિક્ષા બુક કરાવી હતી.
આ ઘટના બિજનૌર જિલ્લાના ધામપુર પોલીસ સ્ટેશનના હરિદ્વાર-કાશીપુર નેશનલ હાઈવે પર સ્થિત ફાયર સ્ટેશન નજીક શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી. ગાઢ ધુમ્મસને કારણે કારે ઓટોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં વર-કન્યા, વરરાજાની માતા, વરરાજાના ભાઈ અને ઓટો ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
સીએમ યોગીએ પણ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીના કાર્યાલયે લખ્યું છે કે સીએમએ બિજનૌર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે લઈ જવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.
આ પણ વાંચો :-