ભારતીય જાણતા પાર્ટીના નેતા બ્રહ્મસિંહ તંવર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. દિવાળીના અવસર પર તેમણે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. બ્રહ્મસિંહ તંવર ત્રણ વખત ધારાસભ્ય અને ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. બ્રહ્મસિંહ તંવર 1993, 1998માં મહેરૌલી અને 2013માં છતરપુરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બ્રહ્મસિંહ તંવર એક મહાન ગુર્જર નેતા તરીકે ઓળખાય છે.
છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવર આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી બ્રહ્મસિંહ તંવરને છતરપુર વિધાનસભાથી ટિકિટ આપી શકે છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બ્રહ્મ સિંહ તંવરે કહ્યું, “આજે મેં ભાજપ સાથે સંબંધ તોડીને AAP સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ અને વિકાસ જોઈને હું તેમની સાથે જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી આભાર કે તેમણે તેમની સાથે મને જોડ્યો.”
હોસબોલેએ રાહુલ ગાંધીને ટકોર કરી કે, અમે અને અમારો સંઘ સમાજના તમામ વર્ગો સાથે એકજૂટ થઈને રહીએ છીએ. હું વર્ષ દરમિયાન વિવિધ પક્ષોને મળતો રહું છું. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન RSS અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જોવા મળ્યા હતા. તેમણે 2024માં સાંસદ બન્યા બાદ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે, ભાજપ અને RSS પૂર્ણ હિન્દુ સમાજ નથી. તેમણે કહ્યું કે, અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે. જેનો જવાબ આપતાં દત્તાત્રેય હોસબોલેએ આ નિવેદન આપ્યું છે.
બ્રહ્મસિંહ તંવરના પક્ષમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું, “આજે AAP માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. બ્રહ્મસિંહજી એક મોટો ચહેરો છે. તેઓ 50 વર્ષથી જનતાની સેવા કરી રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ છોડીને જોડાયા છે. આમ આદમી પાર્ટીનું કામ જોઈને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર 12 વર્ષની છે, પરંતુ દિલ્હી બાદ પંજાબમાં પણ તેણે સરકાર બનાવી છે. આ પાર્ટીમાં મોટા મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. તેનું કારણ આમ આદમી પાર્ટીની સરકારનું કામ છે.
આ પણ વાંચો :-