‘ધ સાબરમતી રિપોર્ટ’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મને ચૂંટણીઓ પહેલા જ રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી. માત્ર આટલું જ નહીં તેની કહાનીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મના એન્ડ મોડમાં જ ડાયરેક્ટરે ફિલ્મ છોડી દીધી, જે બાદ નવી રીતે ફિલ્મની કહાની નવા ડાયરેક્ટર સાથે બનાવવામાં આવી. તેનું એક ટિઝર પહેલા પણ સામે આવ્યું હતું. હવે છ મહિના બાદ નવું ટીઝર જાહેર કરાયું છે. ગત દિવસોમાં જ મકર્સે ફિલ્મના નવા ટીઝરન રિલીઝની ઘોષણા કરી હતી.
આ ફિલ્મ ભારતીય ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના પર આધારિત વાર્તા પર ઈશારો કરે છે. આ એવી ઘટના છે જેના વિશે લોકો વિસ્તારથી જાણવા માટે હંમેશાથી આતુર રહે છે. હવે આ કહાનીની નાની ઝલક ટીઝરમાં જોવા મળી છે. આ ટીઝરમાં રિદ્ધી ડોગરા, વક્રાંત મૈસી અને રાશી ખન્ના સામે આવ્યા છે.
આ ફિલ્મ 2002ની દુર્ઘટના દર્શાવે છે જેણે સમગ્ર દેશને અંદરથી હચમચાવી દીધો હતો. હવે ટીઝર બહાર આવ્યું છે, જે અગાઉ જે માનવામાં આવતું હતું તેને પડકારે છે અને એક ઘટનાના ઊંડા સત્યને ઉજાગર કરે છે જેણે દેશનો માર્ગ કાયમ માટે બદલી નાખ્યો હતો. ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર બહાર આવ્યું છે, જે પ્રેક્ષકોને એક એવી સફર પર લઈ જવાનું વચન આપે છે જે તેમની વિચારસરણી બદલી શકે છે. આ યાત્રા ભારતની એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સાથે સંબંધિત છે. ટીઝર બતાવે છે કે ફિલ્મ હિંમતભેર 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તેનું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શનના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે, જેનું નિર્દેશન ધીરજ સરના દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં શોભા કપૂર, એકતા કપૂર, અમુલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત છે. તે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે.
આ પણ વાંચો :-