સુરતમાં આગની ઘટના સામે આવી છે. પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસીમાં આવેલી એક ડાઇંગ મિલમાં આગ લાગી હતી. ડાઈંગ મિલ કંપનીના બોઈલરમાં આજ રોજ સવારે આગની ઘટના બની હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બોઈલર અને ચીમની ભડકે સળગી ઉઠ્યા હતા. બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કયાં કારણોસર આગ લાગી તે હાજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :-