Friday, Oct 24, 2025

સુરતમાં કામરેજ નજીક બસ ડ્રાઈવરે એક પછી એક 8 વાહનોને અડફેટે લીધા

2 Min Read

સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતનાં કામરેજ ખાતે ટોલ પ્લાઝા નજીક લકઝરી બસ ચાલક બેફામ રીતે બસ હંકારી 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ટોલ નાકાથી ડ્રાયવર વાહનોને ઉડાડતો કામરેજ સુધી પહોંચ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તેમજ વાહનમાં બેઠેલ લોકોને ગંભર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, સ્થાનિકો દ્વારા બસના ચાલકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકનેને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતમાં કાર, સાયકલ, રિક્ષા સહિતનાં વાહનોને અડફેટે લેતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article