સુરતના માંગરોળના બોરસરા ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાતના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા અને યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે બાદ સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે.
આ મામલે Surat District Range IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. સાથે જ પીડિતાનાં પરિવારનાં નિવેદન પણ લેવાઈ રહ્યા છે. ઉપરાંત, ઘટનાની સઘન તપાસ અને આરોપીઓને પકડવા માટે પોલીસે Dog સ્કોડની મદદ પણ લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-