HomeNationalહરિયાણા વિધાનસભા ચૂંટણી, બપોરે 3 વાગ્યા સુધીમાં 49 ટકા મતદાન

હરિયાણા વિધાનસભા ચૂંટણી, બપોરે 3 વાગ્યા સુધીમાં 49 ટકા મતદાન

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

હરિયાણામાં લગભગ એક મહિનાના લાંબા વિધાનસભા ચૂંટણી પ્રચાર પછી રાજ્યના મતદારો આજે પોતાનો જનાદેશ આપી રહ્યા છે. રાજ્યના 2 કરોડ 3 લાખ મતદારો 1031 ઉમેદવારોમાંથી 90 ધારાસભ્યોને ચૂંટશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે લોકો સાંજે 6 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેશે તેઓ મતદાન કરી શકશે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોમાં 930 પુરૂષો અને 101 મહિલાઓ છે. 462 ઉમેદવારો અપક્ષ છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં 67.74 ટકા મતદાન થયું હતું. આ વખતે ચૂંટણી પંચે 75 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખ્યો છે.

Assembly Election 2024; Maharashtra Jammu Kashmir Haryana Voters List Updation Deadline | जम्मू-कश्मीर समेत 4 राज्यों में इस साल विधानसभा चुनाव: चुनाव आयोग का राज्यों को निर्देश- 20 ...

હરિયાણામાં બપોરે 3 વાગ્યા સુધી 49.13% મતદાન નોંધાયું છે. મેવાતમાં સૌથી વધુ 56.59 ટકા મતદાન નોંધાયું છે.

અંબાલા: 49.39%
ભિવાની: 50.31%
ચરખી દાદરી: 47.08%
ફરીદાબાદ: 41.74%
ફતેહાબાદ: 52.46%
ગુરુગ્રામ: 38.61%
હિસાર: 51.25%
ઝજ્જર: 49.68%
જીંદ: 53.94%
કૈથલ: 50.58%
કરનાલ: 49.17%
કુરુક્ષેત્ર: 52.13%
મહેન્દ્રગઢ: 52.67%
મેવાત: 56.59%
પલવલ: 56.02%
પંચકુલા: 42.60%
પાણીપત: 49.40%
રેવાડી: 50.22%
રોહતક: 50.62%
સિરસા: 48.78%
સોનીપત: 45.86%
યમુનાનગર: 56.79%

ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે આજે વહેલી સવારે ઝજ્જરમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું. મનુ ભાકરે કહ્યું કે દેશના યુવાનો તરીકે આપણા શ્રેષ્ઠ ઉમેદવારને મત આપવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે નાના પગલા દ્વારા જ મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે. મનુ ભાકરે જણાવ્યું કે, તેમના જીવનમાં આ પહેલીવાર મતદાન કરી રહી છે.

બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈએ હિસારમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘ભાજપ પૂર્ણ બહુમત સાથે ત્રીજી વખત સરકાર બનાવશે. ભાજપની તરફેણમાં સારું વાતાવરણ છે. કોંગ્રેસે અહીં જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે બહારના છે. ભવ્ય બિશ્નોઈમાં લોકોને ભજનલાલની ઝલક દેખાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img