Monday, Mar 23, 2026

૦૪ ઓક્ટોબર, ૨૦૨૪/ આ રાશિ માટે શુક્રવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ

આજે દિવસ દરમ્યાન માન‌સિક સ્વસ્થતા જ‍ળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ પર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ધટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શકય બને.

મિથુનઃ

આજે પણ અાર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક‌ઃ

આર્થિક દષ્ટિ એ દિવસ સારો છે. લક્ષ્મીની કૃષા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણો થી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

‌સિંહઃ ‌

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ઉચંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિકસ, બુકસેલરના ધંધામાં વધારો પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારો કરવી પડશે.

‌વૃ‌શ્ચિકઃ

આવકમાં ધટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંધર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધા શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી કફનો ઉપય્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબૂત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદ નું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના ક્ષેત્રે આવક મેળવી શકાય. પરિવારમે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ધટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારમાં સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ઘંઘામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

Share This Article