પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે આજે સોમવારે રાજીનામું આપી દીધું છે અને આઉટડોર કાઉન્ટર બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે અને ડોક્ટર એસોસિએશન ન્યાયની માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં RG કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ પછી દિલ્હી એઈમ્સ સહિત દેશભરના અન્ય સ્થળો પરના ડૉક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે તેમજ જમ્મુ કાશ્મીર અને લખનઉના ડૉકટરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
પોલીસે આ કેસમાં તપાસ પૂર્ણ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પોસ્ટમોર્ટમના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે સુનાવણી શરૂ થશે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) અનુસાર, દેશભરના લગભગ ત્રણ લાખ ડોક્ટરો આજથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર છે.
દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં ડોક્ટરો હડતાલ પર ઉતાર્યા છે. રવિવારે સાંજે AIIMS હોસ્પિટલના કેમ્પસમાં RDA ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સફદરજંગની રામ મનોહર લોહિયા(RML) હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાલ પર ઉતરી ગયા છે. OPDમાં રેસિડેન્ટ ડોક્ટરે તેમની સેવાઓ બંધ કરી દીધી છે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. ડોક્ટરોની માંગ છે કે, આ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે. દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો :-