દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શુક્રવારે (નવમી ઑગસ્ટ) પહાડ પરથી પડેલા પથ્થરને કારણે એક યુવકનું મોત થયું હતું. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 128 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, રાજસ્થાન અને દક્ષિણ ઝારખંડમાં ચક્રવાતી પવનો ઓછા દબાણવાળા વિસ્તારની બરાબર ઉપર વહી રહ્યા છે. તેની અસરને કારણે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તમામ સાત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો :-