દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ઓઇલની પાઇપ લાઇનમાં પંકચર કરી 400 કરોડથી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટરમાઇન્ડની સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલપંપ ભાડે રાખી ત્યાંથી IOC ની લાઈન સુધી અંડરગ્રાઉન્ડ 100 મીટર સુધીની લાઈન લંબાવવામાં આવી હતી. જ્યાં IOC લાઈનમાં પંકચર કરી ટેન્કરના ટેન્કરના ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સંદીપ વિજેન્દ્ર ગુપ્તા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જે આંતરરાજ્ય ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ ચલાવે છે. માત્ર ગુજરાત પુરતું સિમિત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ ભેજાબાજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં પંકચરો કરી હમણાં સુધી 400 કરોડથી પણ વધુની ઓઇલ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આરોપી સંદીપ વિજયેન્દ્ર ગુપ્તાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હાલ જ થોડા સમય પહેલા રાજસ્થાન ખાતે સંદીપ ગુપ્તાએ એક પેટ્રોલ પંપ ભાડે રાખ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ આપેલી માહિતી મુજબ સંદીપ વિજેન્દ્ર ગુપ્તાએ વર્ષ 2006 થી વર્ષ 2024 દરમ્યાન માત્ર 18 વર્ષની અંદર 20થી 25 જેટલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈનમાં ભંગાણ કરી ઓઇલ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે અને તે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. જેમાં રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં 12 ઉપરાંત ગુજરાત, ઉતરપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા અગાઉ તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં અઢી વર્ષ સુધી જેલવાસ પણ ભોગવી ચુક્યો હતો. તાજેતરમાં જાન્યુઆરી માસમાં તે જામીન ઉપર છૂટી જેલમાંથી બહાર આવ્યો હતો.
આ પણ વાંચો :-