Friday, Oct 24, 2025

કાશી વિશ્વનાથ મંદિર પાસે બે મકાન ધરાશાયી, 9 લોકો દટાયા, 1નું મોત

2 Min Read

વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર બન્યો હતો. જેમાં બે મકાનો ધરાશાયી થતાં પાંચથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘરના કાટમાળ નીચે દટાયેલાઓમાં મહિલાઓ પણ સામેલ છે.

NDRFની ટીમનું કહેવું છે કે તે જૂનું ઘર હોવાથી ત્યાં ઘણો કાટમાળ છે. તેને દૂર કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

માહિતી મળતાની સાથે જ અનેક પોલીસ સ્ટેશનના પોલીસ દળ આવી પહોંચ્યા. NDRFને બોલાવવામાં આવી હતી. 6 કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી. જ્યાં અકસ્માત થયો હતો તે શેરીની પહોળાઈ માત્ર 8 ફૂટ છે. આવી સ્થિતિમાં સમગ્ર બચાવ કાર્ય જાતે જ કરવામાં આવ્યું હતું. NDRFએ હાથ વડે કાટમાળ હટાવ્યો. જેના કારણે બચાવમાં સમય લાગ્યો હતો. બંને ઘર મંદિરના કોરિડોરથી માત્ર 10 મીટરના અંતરે છે.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં 70 વર્ષ જૂના બે મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘણા લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે, જેને કબીરચૌરા સ્થિત ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશ્વનાથ મંદિરમાં ફરજ પર તહેનાત એક મહિલા પોલીસ કર્મચારીને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં જ્ઞાનવાપી ચોકીમાં તૈનાત લેડી કોન્સ્ટેબલ બિંદુ દેવી (ઉં.વ.20) ઘાયલ થઈ હતી. તેના જડબામાં ઈજા થઈ છે. બિંદુને BHU ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી છે. અન્ય ઇજાગ્રસ્તોમાં સપના ગુપ્તા (ઉં.વ.26), પાંચો પાંડવા ચોક નિવાસી અશોક ગુપ્તાની પત્ની, રમેશ ગુપ્તા (ઉં.વ.50) પુત્ર સ્વ. લાલચંદ્ર ગુપ્તા, કુસમલતા ગુપ્તા (ઉં.વ.48) પત્ની રમેશ ગુપ્તા, રિતિકા ગુપ્તા (ઉં.વ.23) પુત્રી રમેશ ગુપ્તા, ઋષભ ગુપ્તા (ઉં.વ.24) પુત્ર રમેશ ગુપ્તા, મનીષ ગુપ્તા (ઉં.વ.39) પુત્ર સ્વ. લાલચંદ ગુપ્તા, પૂજા ગુપ્તા (ઉં.વ.36) પત્ની મનીષ ગુપ્તા, આર્યન ગુપ્તા (ઉં.વ.16) પુત્ર મનીષ ગુપ્તા. તે જ સમયે, મૃતકની ઓળખ 43 વર્ષીય પ્રેમલતા તરીકે થઈ છે, તે પણ આઝમગઢની રહેવાસી હતી.

આ પણ વાંચો :-

Share This Article