Sunday, Sep 14, 2025

સુરતના મેટ્રો બ્રીજના બે ફળિયા થઇ ગયા, સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ

2 Min Read

સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ ઝૂલતો બ્રિજ બન્યો છે. તેમજ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવામાં આવતા બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે.

મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

સારોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. વેકરીયાએ જણાવ્યું હતું કે, મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચા પણ રહી છે. અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહનચાલકોને મુશ્કેલીના થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article