Saturday, Sep 13, 2025

ઉપરવાસમાં પડી રહેલા ભારે બારસાદને પગલે નવસારીની પુર્ણા નદી ગાંડીતુર બની

2 Min Read

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઝીરો કેઝ્યુલિટી‘ના એપ્રોચ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લામાં કોઝ વે પર પાણી ફરી વળ્યા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવસારીથી સૂપા તરફ જતા પુલ પરથી પૂર્ણા નદીનું પાણી પસાર થતું હોય તાત્કાલિક પુલ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ જરૂર જણાય ત્યાં ST વિભાગ સાથે સંકલન કરી GSRTC બસોને ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઝીરો કેઝ્યુલિટી‘ના એપ્રોચ સાથે કામગીરી
  • પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને એલર્ટ કરાયા
  • નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા લોકોને માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને એલર્ટ કરાયા
  • જિલ્લામાં કોઝ વે પર પાણી ફરી વળ્યા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • નવસારીથી સૂપા તરફ જતા પુલ પરથી પૂર્ણા નદીનું પાણી ફરી વળતા પુલ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ સતત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે.

આ પણ વાંચો :-

Share This Article