વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ અપાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે રેડ અલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને ગીરસોમનાથમાં આજે રેડ અલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. આમ, અહીં દર કલાકે પોણા ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે દ્વારકાના વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. જ્યારે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યના હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આવશે. 24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેની આાગાહી છે. જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેની આગાહી છે. 26 અને 30 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.
આ પણ વાંચો :-