ગુજરાત ATSએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહીમાં એટીએસ ગુજરાતએ બે જેટલા ઈસમોની અટકાયત પણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે.
ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગુજરાત ATSએ મધ્યરાત્રીએ કાર્યવાહી હાથ ધરી હતી. કારેલી ગામની બ્લોક નંબર 315ની જગ્યા પર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત ATSને બાતમી મળી હતી. જેના આધારે ટીમે મધરાત્રે જ કારેલી ગામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં પતરાનો શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવાઈ રહ્યો હોવાનું એટીએસને જણાયું હતું. સ્થળ ઉપરથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ પણ મોટી સંખ્યામાં મળી આવ્યું હતું. ચાર કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસએ ફેક્ટરીમાં હાજર એક કર્મચારી મળી બેથી વધુ ઈસમોની અટકાયત પણ કરીને લઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે.
જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા ૧૫ દિવસથી ગુજરાત ATSની ટીમના માણસોએ આ વિસ્તારમાં ધામો નાંખ્યો હતો. એટીએસને ચોક્કસ ખરાઈ થતાં મધ્યરાત્રી દરમિયાન કાર્યવાહી કરાઈ હતી. હાલ ગુજરાત એટીએસએ પતરાનો શેડ બનાવેલો આખા ગોડાઉનને સીલ કરી કાર્યવાહી કરી હતી. જેથી સુરત જિલ્લાની કહેવાતી જિલ્લા એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પલસાણા પોલીસમાં ઊંઘતી ઝડપાઈ હતી.આજુબાજુમાં મોટી ભરવાડ વસાહત છતાં સ્થાનિકોને પણ ખબર પડી ના હતી.
આ પણ વાંચો :-