Thursday, Oct 23, 2025

અમદાવાદના જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક, ભાઈપુરા વોર્ડમાં ઠેર ઠેર ભરાયા પાણી

2 Min Read

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શહેરના નારોલથી નરોડા સહિત અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાટકેશ્વર સર્કલમાં પાણી ભરાતાં બેટમાં ફેરવાયું છે. ખોખરામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યા પાણી છે. ઉમિયાદેવી સોસાયટી, મોહનકુંજ માર્ગ પર પાણી ભરાઈ જવા પામ્યા છે. CTM જામફળવાડી વિસ્તારમાં પણ જળભરાવ થયો છે. જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક, અમરાઈવાડી, ભાઈપુરા વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

હાટકેશ્વર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં વાહન દોડાવવા મજબૂર બન્યા હતા.

જેમાં રાજ્યમાં ભાવનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એકસાથે ઑફશોર ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Share This Article