Saturday, Sep 13, 2025

દક્ષિણ ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

2 Min Read

રાજ્યમાં આજે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ભરૂચના નેત્રંગમાં ૫ ઇંચ વરસાદ પડ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે સોમવારે બપોરના ૪ વાગ્યા સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૭ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ૧૭ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતી

સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.

News18 Gujarati

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તાપી, નવસારી,વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. ૧૫થી ૧૭ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે . ૧૭થી ૨૫ જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગષ્ટમાં વરસાદી ઘટ પૂરી થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. ૧૭થી ૨૪ જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

Share This Article