Thursday, Oct 23, 2025

પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની જીત, જાણો BJPના ઉમેદવારની સ્થિતિ

2 Min Read

લોકસભા ચૂંટણી બાદ દેશ વધુ એક ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આજે એટલે કે ૧૩મી જુલાઈએ ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાના છે. ફરી એકવાર NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો છે, ઘણી સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.

Image

જલંધર પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. AAPના મોહિન્દર ભગતે કોંગ્રેસના સુરિન્દર કૌરને ૩૭૦૦૦થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. આ સીટના પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા હતા. અંગુરલ ત્રીજા ક્રમે રહ્યા.

આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાનાઘાટ દક્ષિણ, બાગદા અને માનિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદી અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.

પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગત ૩૭ હજાર મતોના અંતરથી જીત્યા છે. બીજેપીના શીતલ ઉંગુરાલ બીજા ક્રમે હતા, જેમને ૧૭૯૨૧ વોટ મળ્યા હતા. મોહિન્દરને ૫૫૨૪૬ વોટ મળ્યા છે.

આ દરમિયાન AAP સાંસદ સંજય સિંહે શીતલ અંગુરાલ અને સુશીલ કુમાર રિંકુ પર તેમનો ફોટો શેર કરીને નિશાન સાધ્યું છે. એક્સ-પોસ્ટમાં પૂર્વ AAP સાંસદ સુશીલ રિંકુ અને પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલનો ફોટો શેર કરતા તેમણે લખ્યું છે કે બધા જાણે છે, આજે તેમની શું હાલત છે? આ બંને ભાઈઓ પાસેથી આપણે શું પાઠ શીખીએ છીએ, જેણે AAPને દગો આપ્યો, તેનું રાજકારણ ખતમ થઈ ગયું.
AAPમાંથી ભાજપમાં ગયેલાનું શું થયું તે યાદ રાખો. એક રિંકુ છે, જે AAP સાંસદ હતા. બીજા શીતલ છે, જે AAP ધારાસભ્ય હતા. બંનેએ ભાજપમાં જોડાઈને પાર્ટી અને તેના નેતાઓને ગાળો આપી હતી.

આ પણ વાંચો :-

Share This Article