હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાત કરી હતી. તેમની સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ વાત કરી હતી તેમજ પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળે તેવી માંગણી કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત તેમણે આ દુર્ગટના માટે પ્રશાસન જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે મૃતકોના પરિવાર સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે તેઓ પીડિત પરિવાર સાથે હોવાનું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાથરસમાં નાસભાગ મચતા ૧૨૧થી વધુ લોકોના મોત થયા છે. જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
રાહુલ ગાંધી હાથરસના ગ્રીન પાર્કમાં પીડિતોને મળ્યા હતા. તમામ પીડિતો આ પાર્કમાં એકઠા થયા હતા. તેઓ મુન્ની દેવી અને આશા દેવીના પરિવારજનોને મળ્યા હતા. સાથે માયા દેવીના પરિવારને પણ મળ્યા હતા. આ તમામ હાથરસના નવીપુર ખુર્દના રહેવાસી છે. રાહુલ ગાંધી આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓમવતીના પરિવારજનોને પણ મળ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં હાથરસ જિલ્લાના ૨૦ અને શહેરના ૧૦ લોકોનો સમાવેશ થાય છે.
અલીગઢ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પીડિતોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલો સંસદમાં ઉઠાવશે અને તેમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા અમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. તેણે અમને સમગ્ર ઘટના વિશે અને તે કેવી રીતે બન્યું તે વિશે પૂછ્યું.
ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ FIR દાખલ કરી છે અને તેમના પર પુરાવા છુપાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે હાથરસની ઘટના માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.
આ પણ વાંચો :-