Thursday, Oct 23, 2025

NEET પરીક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું- શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠનનો કબજો

2 Min Read

મેડિકલ પરીક્ષા NEET ને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સામાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTA એ તાજેતરમાં યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

Karnataka Election : રાહુલ ગાંધી મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરશે | Karnataka Election: Rahul Gandhi will start election campaign from Kolar - Gujarati ...

NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીકના દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હા અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.’ રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં વિચારધારાના આધારે નિમણૂકો થઇ રહી છે. જેના કારણે સમસ્યાઓ આવી રહી છે.

તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે અને જ્યાં સુધી તેમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક અટકશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે નીટ કેસ મધ્ય પ્રદેશમાં વ્યાપમ કેસનું વિસ્તૃત રુપ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષા વ્યવસ્થાનું ડિમોનેટાઇઝેશન થઇ ગયું છે. નિષ્પક્ષ શિક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. અમે સંસદમાં આ મુદ્દાને ઉઠાવીશું.

આ પણ વાંચો :-

Share This Article