Thursday, Jan 29, 2026

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં કેમ હાર્યું ભાજપ? જાણો આ કારણો

2 Min Read

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે રામમંદિરનો મુદ્દો હોવા છતાં યુપીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૧૯માં ભાજપને યુપીમાં ૬૨ બેઠકો મળી હતી જ્યારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૩૩ બેઠકોમાં જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ૨૯ બેઠકો ઓછી મળવાની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. હવે પાર્ટી પણ તેના પર મંથન કરી રહી છે અને બધા ફીડબેક લીધા બાદ કંઈક કાર્યવાહી થઈ શકે છે. પાર્ટી નેતૃત્વને ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ તરફથી અત્યાર સુધી જે ફીડબેક મળ્યા છે તે પ્રમાણે સાંસદોને રાજ્યના કર્મચારીઓ તરફથી સહયોગ ન મળવો. પાર્ટી કાર્યકર્તાઓનું જ વિરુદ્ધ થઈ જવુ અને બંધારણ બદલવાના ખોટા નેરેટિવ જનતામાં ફેલાયા તેનાથી નુકસાન થયું છે.

યુપી લોકસભા ચૂંટણી 2024: આ 22 બેઠકો પર જોરદાર ટક્કર, 58 પર ભાજપ માટે ક્લીન સ્વીપ - UP LOK SABHA ELECTIONS 2024

આટલું જ નહીં ભાજપનું રાજ્ય નેતૃત્વ એક વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યું છે. આ રિપોર્ટને આ અઠવાડિયાના અંત સુધીમાં હાઈકમાન્ડને સોંપવામાં આવશે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ભાજપે યુપીમાં હારના કારણોની વિસ્તૃત તપાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે. આ ટાસ્ક ફોર્સને રાજ્યની ૭૮ બેઠકોની સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. માત્ર પીએમ મોદીની વારાણસી બેઠક અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠક લખનઉની આ ટાસ્ક ફોર્સ સમીક્ષા નહીં કરશે. આ ઉપરાંત રાજ્યની બાકીની તમામ ૭૮ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.

ભાજપને સૌથી વધુ હેરાની અમેઠી, ફૈઝાબાદ (અયોધ્યા વાળી બેઠક), બલિયા અને સુલતાનપુર જેવી બેઠકો પર હારથી થઈ છે. આ બેઠકો ભાજપ માટે મજબૂત માનવામાં આવતી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર સામેની હારે સમગ્ર નેરેટિવને ઠેસ પહોંચાડી છે. આ ઉપરાંત અયોધ્યાની હાર પણ ચોંકાવનારી છે. સુલતાનપુરમાં મેનકા ગાંધી જ ચૂંટણી હારી ગયા, જેઓ સતત જીતતા આવ્યા છે. ત્યારબાદ અયોધ્યાની હારે તો સમગ્ર નેરેટિવને જ ઠેસ પહોંચાડી છે. ભાજપે એ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો જ્યાં ઐતિહાસિક રામ મંદિર બનાવવામાં આવ્યું છે. ૫૦૦ વર્ષના ઈતિહાસનું ચક્ર જે અયોધ્યામાં ફર્યું ત્યાં આવી હારે ભાજપને ચોંકાવી દીધું છે.

આ પણ વાંચો :-

Share This Article