Sunday, Sep 14, 2025

CM યોગી ઋષિકેશ AIIMS પહોંચ્યા, હોસ્પિટલમાં બીમાર માતાને મળ્યા થયા ભાવુક

2 Min Read

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ઋષિકેશ એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે અહીં હોસ્પિટલમાં દાખલ તેમની માતા સાવિત્રી દેવીની તબિયતના ખબર અંતર પૂછ્યા હતાં. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની માતા છેલ્લા કેટલાક સમયથી ઋષિકેશ AIIMSમાં સારવાર હેઠળ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની હોસ્પિટલમાં દાખલ છે. યોગી આદિત્યનાથ માસ્ક પહેરીને તેમની માતાની સામે બેસી ખબર પૂછા કરી હતી. જ્યારે તેમની માતાએ કંઈક કહ્યું તો તેમણે તેમના ચહેરા પરથી માસ્ક હટાવી દીધું હતું. યોગીએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે ‘મા’ કેપ્શન સાથે ફોટો શેર કર્યો હતો.

રવિવારે બપોરે સીએમ યોગી આદિત્યનાથ ઋષિકેશ એમ્સમાં તેમની માતાની ખબર પૂછવા પહોંચ્યા હતા. જ્યાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ડો.મીનુ સિંઘની તબીબ ટીમ તેમજ ફેકલ્ટી અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર યોગીએ તેમની માતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એમ્સ હોસ્પિટલના વહીવટીતંત્ર પાસેથી તેમના સ્વાસ્થ્ય અને સારવાર વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન સીએમ યોગીએ AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ રુદ્ર પ્રયાગ અકસ્માતના ઘાયલોની તબિયતની અંગે પૂછા કરી હતી અને હોસ્પિટલ પ્રશાસનને તેમને વધુ સારી સારવાર આપવા જણાવ્યું હતું.

કહેવાય છે કે રુદ્રપ્રયાગ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકો ઉત્તર પ્રદેશના છે. યોગી આદિત્યનાથની માતાની પણ AIIMSમાં સારવાર ચાલી રહી છે. તાજેતરમાં પણ યોગી આદિત્યનાથની માતાને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ બાદ તેને રજા આપવામાં આવી હતી. આ પછી, તેમને ફરીથી આંખની તપાસ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત જાણવા માટે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article