Sunday, Sep 14, 2025

પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા, અમિત શાહ અને જેપી નડ્ડા રહ્યાં હાજર

2 Min Read

પેમાં ખાંડુએ આજે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા છે અને આ સાથે ચૌના મીને પણ અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી CM તરીકેના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી. સાંજે, ખાંડુ ચુગ અને ઘણા ધારાસભ્યો સાથે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કેટી પરનાઈકને મળવા રાજભવન પહોંચ્યા હતા.

Pema Khandu sworn in as chief minister of Arunachal Pradesh for successive 3rd term - Hindustan Timesખાંડુને બુધવાર ૧૨ જૂને ઇટાનગરમાં યોજાયેલી બેઠકમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગે હાજરી આપી હતી. આ પછી ખાંડુએ સરકાર બનાવવાનો દાવો કરવા માટે રાજ્યપાલ કેટી પરનાઈક સાથે મુલાકાત કરી. પેમા ખાંડુ ૨૦૧૬થી અરુણાચલના મુખ્યમંત્રી છે. નબામ તુકીના રાજીનામા બાદ તેમણે પ્રથમ વખત ચાર્જ સંભાળ્યો હતો. ખાંડુ જ્યારે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોંગ્રેસ સાથે હતા. તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. પેમા ખાંડુના પિતા દોરજી ખાંડુ પણ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

પેમા ખાંડુને રાજનીતિ વારસામાં મળી છે, તેમના પિતા દોરજી ખાંડુ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ૨૦૦૫માં પેમા ખાંડુએ રાજનીતિમાં પગ મુક્યો હતો જ્યારે તેમને રાજ્ય કોંગ્રેસ કમિટીના મહાસચિવની જવાબદારી સોપવામાં આવી હતી પરંતુ તેમની અસર રાજકીય સફરની શરૂઆત ત્યારે થઇ જ્યારે તેમના પિતા દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દૂર્ઘટનામાં નિધન થયું હતું. દોરજી ખાંડુ ૨૦૦૭થી ૨૦૧૧ સુધી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યાં હતા.તે બાદ પેમા ખાંડુએ વર્ષ ૨૦૧૧માં પોતાના જ પિતાના વિધાનસભા વિસ્તાર મુક્તોથી ચૂંટણી લડી હતી અને વિજયી બન્યા હતા. તે બાદ પેમા ખાંડુએ અરૂણાચલ પ્રદેશ મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૪માં પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીના નેતૃત્ત્વ ધરાવતી સરકારમાં પેમા ખાંડુને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article